વિદ્યા સહાયક રિક્રુટમેન્ટ 2025


વિદ્યા સહાયક રિક્રુટમેન્ટ 2025 ÷

ઘણા સમયથી તમે જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.કચ્છ જિલ્લામાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે,2025 માં વિશેષ
વિદ્યાસહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્રારા આ ભરતી પ્રક્રિયા
હાથ ધરવામાં આવી છે. કુલ 4100 જગ્યા માટે આ ભરતી
કરવામાં આવી રહી છે. જેમાં ધોરણ 1 થી 5 માટે 2500
અને ધોરણ 6 થી 8 માટે 1600 જગ્યાઓનો સમાવેશ થાય છે. 

વિદ્યા સહાયક રિક્રુટમેન્ટ 2025 ÷

વિદ્યા સહાયક ભરતીના ફોર્મ 12 મે 2025 ના રોજ થી 
21 મે 2025 સુધી dpegujarat.in પર  ઓનલાઇન ભરવાના રહેશે.આ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તોવર્ષ 2023 અને અગાઉની તમામ TET-1 અને TET-2 પરીક્ષાના પ્રમાણ પત્રો માન્ય રાખવામાં આવશે.
આ ભરતી માટે ઓછામાં ઓછા 18 વર્ષ અને મહત્તમ વય 
મર્યાદા 35 વર્ષ રહેશે.


પસંદગી પ્રક્રિયા ÷

ટેટ અને શૈક્ષણિક ગુણોના આધારે મેરીટ તૈયાર થશે.
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી થશે.
અંતિમ પસંદગી પછી નિમણૂક પત્ર આપવામાં આવશે.


ખાસ નોંધ ÷

આ ભરતી ખાસ કચ્છ જિલ્લાની છે અને પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક કચ્છમાં જ થશે. તેઓની બદલી અન્ય જિલ્લાઓમાં નહીં થાય, એટલે કે સમગ્ર કારકિર્દી દરમિયાન કચ્છમાં જ ફરજ બજાવવાની રહેશે.




અરજી પ્રક્રિયા ÷

1.સત્તાવાર વેબસાઈટ dpegujarat.In જાઓ

2.કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025 પર ક્લિક કરો

3.ઓનલાઇન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

4.અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટ રાખો





આ ભરતી કચ્છ માં શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે
ઉત્તમ તક છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 મે 2025 છે. 
તેથી સમય સર અરજી કરો અને જરૂરી દસ્તા વેજો તૈયાર રાખો.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ dpgujarat.in
મુલાકાત લ્યો.



Post a Comment

0 Comments