ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 2025 માટે આસિસ્ટન્ટ મેનેજર (વર્ગ-3) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગ હેઠળ છે અને કુલ 100 જગ્યાઓ માટે છે. આ ભરતી માં લાયક ઉમેદવારે ઑનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી ની
વધુ વિગતો નીચે મુજબ જોઇશુ.
મહત્વપૂર્ણ વિગતો ÷
પોસ્ટ ÷ આસિસ્ટન્ટ મેનેજર (વર્ગ-3)
ખાલી જગ્યાઓ ÷ 100
અરજી કરવાની તારીખો ÷ 28 મે 2025 થી 27 જૂન 2025
અરજી કરવાની વેબસાઇટ ÷ ojas.gujarat.gov.In
શૈક્ષણિક લાયકાત ÷
અરજદાર પાસે નીચેની લાયકાતો પૈકી કોઈ એક હોવી જરૂરી છે
હોટલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેકનોલોજી, હૉસ્પિટાલિટી, ટૂરિઝમ અથવા સમાન ક્ષેત્રમાં ડિપ્લોમા/ડિગ્રી
બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (હોટલ મેનેજમેન્ટ અને ટૂરિઝમ)માં બેચલર ડિગ્રી
ટૂરિઝમ અને હોટેલ મેનેજમેન્ટમાં MBA અથવા માસ્ટર ડિગ્રી
ટૂરિઝમ અને હોટેલ મેનેજમેન્ટમાં પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા
ઉંમર મર્યાદા (17-06-2025 સુધી) ÷
સામાન્ય કેટેગરી ÷ 18 થી 37 વર્ષ
મહિલાઓ અને અનામત કેટેગરીઓ માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ ઉપલબ્ધ છે.
પગાર ધોરણ ÷
પ્રથમ 5 વર્ષ ÷ ₹26,000/- પ્રતિ મહિનો (ફિક્સ પગાર)
પછી ÷ લેવલ-7 મુજબ નિયમિત પગાર (₹19,900 - ₹63,200)
પસંદગી પ્રક્રિયા ÷
1. પ્રાથમિક પરીક્ષા (OMR/CBRT આધારિત)
2. મુખ્ય પરીક્ષા
3. દસ્તાવેજોની ચકાસણી
પ્રાથમિક પરીક્ષાનો પેપર પેટર્ન ÷
ભાગ A ÷
લોજિકલ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન – 30 ગુણ
ક્વાન્ટિટેટિવ એપ્ટિટ્યુડ – 30 ગુણ
ભાગ B ÷
ગુજરાતી અને અંગ્રેજી સમજૂતી, વર્તમાન ઘટનાઓ, ભારતનું બંધારણ – 30 ગુણ
વિષય સંબંધિત પ્રશ્નો – 120 ગુણ
કુલ પ્રશ્નો ÷ 210
સમય ÷ 180 મિનિટ
નેગેટિવ માર્કિંગ ÷ દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે
અરજી ફી ÷
સામાન્ય કેટેગરી ÷ ₹500/-
અનામત કેટેગરીઓ (SC/ST/મહિલા/PwD/માજી સૈનિક) ÷ ₹400/-
ફી રિફંડ ÷ પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા ÷
1. ojas.gujarat.gov.in પર જાઓ
2. "Online Application" પર ક્લિક કરો અને "GSSSB" પસંદ કરો
3. જાહેરાત નંબર 306/202526 પસંદ કરો અને "Apply" પર ક્લિક કરો
4. વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
5. ફોટો અને સહી અપલોડ કરો
6. અરજી ફી ઓનલાઇન ચૂકવો અને ફોર્મ સબમિટ કરો
7. કન્ફર્મેશન અને અરજી નંબર સાચવો
અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂન 2025 છે. અરજી પહેલાં તમામ વિગતો અને લાયકાતો ચકાસી લો.
વધુ વિગતો માટે ઓજસ ની વેબસાઇટ પર જઈ ફુલ નોટિફિકેશન વાંચો
0 Comments