WhatsApp Group
Join Now
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા
તાજેતરમાં લાઈબ્રેરિયન ( ગ્રંથપાલ ) ની ભરતી જાહેર
કરવામાં આવી છે | રાજ્યના રમત ગમત , યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલક નિયામક
હસ્તકના ગ્રંથપાલ વર્ગ 3 હસ્તકની કુલ 12 જગ્યાઓ
માટે ભરતી બહાર પાડવામાં આવી છે | લાયક ઉમેદવારોએ
ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
ગુજરાતમાં હાલમાં અનેક સરકારી નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. આ વચ્ચે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગ્રંથપાલ વર્ગ-3 માટે કુલ 12 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન છે.
મુખ્ય વિગતો – Librarian ભરતી 2025 ÷
• સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
• વિભાગ: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
• પોસ્ટ: ગ્રંથપાલ (વર્ગ-3)
• કુલ જગ્યાઓ: 12
• ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
• અરજી કરવાની છેલ્લી તારીખ: 4 ઓગસ્ટ 2025
• અરજી મોડ: ઓનલાઇન
• અરજી લિંક: ojas.gujarat.gov.in
જગ્યા વિતરણ ÷
કેટેગરી જગ્યાઓ
• સામાન્ય (GEN) 7
• આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 1
• અનુસૂચિત જાતિ (SC) 0
• અનુસૂચિત જનજાતિ (ST) 1
• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) 3
• કુલ 12
શૈક્ષણિક લાયકાત ÷
• માન્ય યુનિવર્સિટીમાંથી લાઈબ્રેરી અને માહિતી વિજ્ઞાન અથવા લાઈબ્રેરી વિજ્ઞાનમાં સ્નાતક પદવી હોવી આવશ્યક છે.
• કમ્પ્યુટર એપ્લિકેશનનો મૂળભૂત જ્ઞાન ફરજિયાત છે.
• ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
પગાર ધોરણ ÷
• પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે રૂ. 40,800નો નિશ્ચિત પગાર મળશે.
• પછીથી સંતુષ્ટિસભર કામગીરી પછી, સાતમો પગાર પંચ પ્રમાણે રૂ. 29,200 – 92,300ના પગારપત્રક હેઠળ નિયમિત નિમણૂક મળશે.
અરજી પ્રક્રિયા ÷
1. ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
2. “Current Advertisement” વિભાગમાં GSSSBની ભરતી શોધો.
3. સંબંધિત જાહેરાત પર ક્લિક કરો અને “Apply Online” વિકલ્પ પસંદ કરો.
4. જરૂરી માહિતી ભરીને અરજી કરો.
5. છેલ્લે ફાઈનલ સબમિશન પછી અરજીનો પ્રિન્ટ કઢાવવો ન ભૂલશો.
0 Comments