નમો લક્ષ્મી યોજના 2025 || ગુજરાત સરકારની દીકરીઓ માટેની નવિન યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now


નમો લક્ષ્મી યોજના 2025 || ગુજરાત સરકારની દીકરીઓ માટેની નવિન યોજના

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી "નમો લક્ષ્મી યોજના" 2025નો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ ને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 થી 12માં ભણતી દીકરીઓ ને કુલ ₹50,000 સુધીની સહાય આપવામાં આવશે. દરેક ધોરણ માટે ચોક્કસ રકમ છાત્રના ખાતામાં જમા કરાશે. યોજના છોકરીઓના ડ્રોપઆઉટ રેટ ઘટાડવા અને તેમના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ છે. આ યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મહિલાઓના સશક્તિકરણની દૃષ્ટિ સાથે જોડાયેલી છે.


યોજનાની શરૂઆત ÷

"નમો લક્ષ્મી યોજના” ગુજરાત સરકાર દ્રારા 2 ફેબ્રુઆરી 2024 ના બજેટમાં ઘોષિત નવી યોજના છે, જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી છોકરીઓને શિક્ષણ પૂરતી પ્રોત્સાહકો છે. આ યોજના હેઠળ કુલ ₹50,000/- સુધી સહાય આપવામાં આવે છે.



ઉદ્દેશ ÷

ધોરણ 9થી 12 સુધીની છોકરીઓમાં_dropout ઘટાડવા, એનરોલમેન્ટ વધારો, પોષણ, અને સ્વાસ્થ્ય સુધારવા માટે.



યોજના શું છે ÷

લક્ષ્ય ÷ 13‑18 વર્ષની વયની છોકરીઓને શાળા‑શિક્ષણમાં પ્રોત્સાહન આપવું. ધોરણ 9‑થી 12 સુધી વાર્ષિક સહાય આપવામાં આવે છે.

કુલ સહાય ÷ 4 વર્ષમાં ₹50,000 (ધોરણ 9, 10 માટે ₹10,000/ ધોરણ 11, 12 માટે ₹15,000 )


પાત્રતા ÷

કન્યા વિદ્યાર્થીની, ધોરણ 9‑12 માં અભ્યાસ કરતી હોવી જોઈએ.

પરિવારની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ. 

સરકારી/અનુદાનિત/ખાનગી શાળામાં અભ્યાસ કરી રહી હોવી જોઈએ.



જરૂરી  દસ્તાવેજો ÷

આવક નું પ્રમાણપત્ર
આધાર કાર્ડ
આધારિત વ્યક્તિગત વિગતો
બેંક ખાતાની માહિતી
શૈક્ષણિક દસ્તાવેજો વગેરે.



કેવી રીતે અરજી કરવી ÷


1. વિદ્યાર્થીનું સ્કૂલ નોડલ અધિકારી પહેલેથી નંબર, આધાર વગેરે સબમિટ કરે છે.

2. શાળાની ઓફિસ તેનુ ઓનલાઇન‑ફોર્મ ભરે છે.

3. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ચકાસણી પછી જેટલી અનુરૂપ હોય, લાભાર્થીના બેંક ખાતામાં સીધું ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.


નોંધ ÷  આ યોજના વિશે વધુ વિગતો માટે પોતાની શાળા ની
મુલાકાત લઈ શકો.

Post a Comment

0 Comments