WhatsApp Group Join Now
નાયબ મામલતદાર ભરતી : મહેસૂલ વિભાગમાં 5502 જગ્યાઓ ભરાશે

ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3ની કુલ 5502 જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી વિભાગનું કામકાજ વધુ ઝડપી બનશે અને નાગરિકોને સરકારી સેવાઓ સમયસર ઉપલબ્ધ થશે.

ગુજરાત માં જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી ની રાહ જોઈ ને
બેઠા છે | તે વિદ્યાર્થી માટે ખુશી ના સમાચાર આવી ગયા છે. 
ટૂંક સમયમાં જ સરકાર મહેસુલ વિભાગમાં નાયબ મામલતદાર 
ની ભરતી કરવા જય રહ્યું છે. તેમાં આશરે 5000 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે. 



જગ્યાઓની વિગતો ÷

કુલ જગ્યાઓ: 5502

સીધી ભરતી: 5186 જગ્યાઓ કલેક્ટર કચેરીમાં સીધી ભરતીથી ભરાશે.

પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન): 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિથી ભરાશે.





વર્ગવાર ફાળવણી ÷

બેકલોગ ખાલી જગ્યાઓ (કેટેગરી-A): 4699 જગ્યાઓ

ખાસ પ્રતિનિયુક્ત નિમણૂકો: 103 જગ્યાઓ

સંવર્ધિત કેડર: 79 જગ્યાઓ

ડેપ્યુટેશન રિઝર્વ: 116 જગ્યાઓ


આ નિર્ણયથી મહેસૂલ વિભાગની કામગીરીમાં ગતિ આવશે. ખાસ કરીને અધિકારીઓની અછતને કારણે થતો વિલંબ હવે ઘટશે અને નાગરિકોને સેવાઓ સરળતાથી મળશે. નિમણૂક કરતા પહેલા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો ફરજિયાત રહેશે.