મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના ગ્રાહકોને એક સુપર ગિફ્ટ આપી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે પોતાની તમામ ICE SUV (ઇન્ટરનલ કમ્બશન એન્જિન SUV) મોડલ્સ પર GSTનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે.
ખાસ વાત એ છે કે નવા GST દરો 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થવાના છે, પરંતુ મહિન્દ્રાએ 6 સપ્ટેમ્બર 2025થી જ કિંમતો ઘટાડવાની શરૂઆત કરી દીધી છે – એટલે કે, ગ્રાહકોને તરત જ સસ્તી SUV ખરીદવાની તક મળી રહી છે.
કેટલો થયો ભાવમાં ઘટાડો?
મહિન્દ્રાની SUV હવે ₹1.01 લાખથી લઈને ₹1.56 લાખ સુધી સસ્તી થઈ ગઈ છે. એટલે કે તમે તમારી મનપસંદ SUV ઓછા બજેટમાં ખરીદી શકો છો.
કઈ SUV પર કેટલી બચત?
✅ XUV3XO ડીઝલ – ₹1.56 લાખ સુધી સસ્તી
✅ XUV3XO પેટ્રોલ – ₹1.40 લાખ સુધી સસ્તી
✅ Scorpio-N – ₹1.45 લાખ સુધી સસ્તી
✅ XUV700 – ₹1.43 લાખ સુધી સસ્તી
✅ Thar 2WD ડીઝલ – ₹1.35 લાખ સુધી સસ્તી
✅ Thar Roxx – ₹1.33 લાખ સુધી સસ્તી
✅ Bolero/Neo – ₹1.27 લાખ સુધી સસ્તી
✅ Thar 4WD ડીઝલ – ₹1.01 લાખ સુધી સસ્તી
✅ Scorpio Classic – ₹1.01 લાખ સુધી સસ્તી
તહેવારો પહેલા મોટી તક
આ ભાવ ઘટાડો તહેવારોની સિઝન માટે એકદમ ટાઈમલી છે. સસ્તી કિંમતે SUV લેવાની આ તક વેચાણમાં મોટો ઉછાળો લાવી શકે છે અને ગ્રાહકો માટે SUV ખરીદવી વધુ સરળ બની જશે.
0 Comments