WhatsApp Group
Join Now
RMC ભરતી 2025 : રાજકોટ મહાનગરપાલિકા પર્યાવરણ ઈજનેર ભરતી
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા પર્યાવરણ ઈજનેર પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.
રાજકોટમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સોનેરી તક છે. RMC દ્વારા પર્યાવરણ ઈજનેર વર્ગ-1ની એક જગ્યા માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.
RMC ભરતી 2025ની મહત્વની વિગતો
•સંસ્થા: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
•પોસ્ટ: પર્યાવરણ ઈજનેર
•જગ્યા: 01
•વય મર્યાદા: 21 થી 45 વર્ષ
•અરજી કરવાની રીત: ઓનલાઈન
•અરજી કરવાની છેલ્લી તારીખ: 01-10-2025
•અરજી કરવા માટેની વેબસાઈટ: https://rmc.gov.in/
પોસ્ટની વિગતો
•આ ભરતી હેઠળ પર્યાવરણ ઈજનેર વર્ગ-1 સંવર્ગની એક જગ્યા ભરાશે. આ જગ્યા માટે માત્ર બિનઅનામત વર્ગના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
•માન્ય યુનિવર્સિટીના પર્યાવરણ એન્જીનીયરિંગ અથવા સિવિલ એન્જીનીયરિંગ (એન્વાયરમેન્ટલ એન્જીનીયરિંગ વિષય સાથે) માં ડિગ્રી હોવી જોઈએ.
•સાથે જ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનીયર પદ પર 5 વર્ષનો અનુભવ અથવા અસિસ્ટન્ટ એન્જીનીયર પદ પર 7 વર્ષનો અનુભવ જરૂરી છે.
•પર્યાવરણ એન્જીનીયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા મીકેનિકલ એન્જીનીયરિંગનું જ્ઞાન વધારાની લાયકાત ગણાશે.
વય મર્યાદા
•ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ.
પગાર ધોરણ
•પસંદ કરાયેલા ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-10, એટલે કે ₹56,100 થી ₹1,77,500 સુધીનો માસિક પગાર મળશે.
અરજી કરવાની પ્રક્રિયા
1. ઉમેદવારે www.rmc.gov.in વેબસાઈટ પર જવું.
2. ત્યાં Recruitment Section માં જઈ "Apply Online" વિકલ્પ પસંદ કરવો.
3. અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો સાચી રીતે ભરવી.
4. ફાઈનલ સબમિટ કર્યા પછી અરજીનો પ્રિન્ટ કાઢી રાખવો.
0 Comments