WhatsApp Group Join Now
Indian Post Payment Bank Vacancy : પોસ્ટ માં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર 

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.જે કોઈ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીના ઓનલાઇન ફોર્મ ભરી શકશે. 309 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.જુનિયર એસોસિયેટ અને આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.આ ભરતી ના ઓનલાઈન ફોર્મ તારીખ 1 નવેમ્બર 2025 થી 1 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન ભરવાના રહેશે.આ ભરતી ની તમામ માહિતી આપણે નીચે મુજબ જોઈશું.



ભરતી ની મહત્વની માહિતી :

સંસ્થા : ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક 

પોસ્ટ : જુનિયર એસોસિયેટ અને આસિસ્ટન્ટ મેનેજર

જગ્યા : 309

પગાર : 85,920/-

અરજી : ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઈડ : ippbonline.com

અરજી કરવાની છેલ્લી તારીખ : 1 ડિસેમ્બર 2025 






મહત્વની તારીખો :

•અરજી શરૂ તારીખ : 1 નવેમ્બર 2025
•અરજી કરવાની છેલ્લી તારીખ : 1 ડિસેમ્બર 2025



કુલ ખાલી જગ્યાઓ :

•જુનિયર એસોસિયેટ : 199
•આસિસ્ટન્ટ મેનેજર : 110



વય મર્યાદા : 

•પોસ્ટ પેમેન્ટ બેંકમાં જુનિયર એસોસિયેટ અને આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે 20 થી 35 વર્ષની ઉંમર હોવી ફરજીયાત છે.




શૈક્ષણિક લાયકાત :

• બંને પોસ્ટ માટે ગ્રેજ્યુએટ કરેલ હોવું જોઈએ 
  
  વિગત વાર લાયકાત અને અનુભવ માટે સત્તાવાર સૂચના          વાંચો



પગાર ધોરણ :

•પોસ્ટમાં જે કોઈ ઉમેદવાર પસંદગી પામે તેઓને ₹85,920/- પગાર આપવામાંપવામાં આવશે.



અરજી ફી : 

•ઉમેદવાર જ્યારે ઓનલાઇન ફોર્મ ભરે ત્યારે અરજી ફી રૂપિયા 750 ભરવાની રહેશે.



પસંદગી પ્રક્રિયા :

1.લાયકાત અને અનુભવ ના આધારે મેરીટ લીસ્ટ 
2.ટાઈ-બ્રેક્રર (જરૂરી હોય તો)
3.દસ્તાવેજ ચકાસણી



અરજી પ્રક્રિયા :

1. સૌથી પહેલા IPPB ની સત્તાવાર વેબસાઇટ www.ippbonline.bank.in પર મુલાકાત લો.

2. હોમપેજ પર ઉપલબ્ધ “Career / Recruitment” વિભાગ ખોલો.

3. ત્યાંથી “IPPB Recruitment 2025 – Apply Online” લિંક પસંદ કરો.

4. ખુલેલું ફોર્મ ધ્યાનપૂર્વક ભરીને તમારું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ, શૈક્ષણિક માહિતી સહિત જરૂરી વિગતો દાખલ કરો.

5. પછી ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજોની સ્કેન કૉપીઓ અપલોડ કરો.

6. ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI દ્વારા ઓનલાઈન ફી પેમેન્ટ કરો.

7. અંતે અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યમાં ઉપયોગી રહે તે માટે ફોર્મની પ્રિન્ટ અથવા PDF નકલ સાચવી રાખો.


ફુલ નોટિફેકસન વાંચો : અહીં ક્લિક કરો