Bank of Baroda Recruitment 2025 ÷
બેંક ઓફ બરોડા દ્વારા 2025 માટે ઓફિસ આસિસ્ટન્ટ અને પટાવાળા પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.આ ભરતી માટે કુલ 500 જગ્યા ઉપલબ્ધ છે.તેમાં ગુજરાત માટે કુલ 80 જગ્યા ફાળવવામાં આવેલી છે.જે કોઈ ઉમેદવાર લાયક હોય તેઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે,Bank of Baroda Recruitment માં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.આ ભરતી વિશે વધુ વિગતો આપણે નીચે મુજબ જોઈશું.
મહત્વપૂર્ણ તારીખો ÷
આ ભરતી માટે ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.ઓનલાઇન અરજી 3 મે 2025 ના રોજ શરુ થઈ ચુકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 મે 2025 છે. ફી ભરવાની છેલ્લી તારીખ 23 મે 2025 છે. ઓનલાઇન અરજી
તમે Bankofbaroda.in પર જય કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત ÷
ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.આ ભરતી માં વય મર્યાદા 18 વર્ષ થી 26 વર્ષ સુધી પાત્ર છે. સ્થાનિક ભાષામાં વાંચતા લખતા અને બોલતા ઉમેદવાર સક્ષમ હોવો જોઈએ.પગાર ધોરણ ₹19500 થી
₹37815 છે.
અરજી ફી ÷
આ ભરતી માં સામાન્ય,EWS અને OBC ઉમેદવારો માટે 600 ₹ રાખેલ છે. Sc,st ઉમેદવાર માટે 100 રાખેલ છે.
અરજી કરવાની પ્રક્રિયા ÷
1.બેન્ક ઓફ બરોડા ની વેબસાઈટ www.Bankofbaroda.in પર જાઓ
2. "Careers" વિભાગમાં "Current Opportunities" પર ક્લિક કરો.
3. "Recruitment of Office Assistant (Peon) in Sub Staff Cadre on Regular Basis Advt. No. BOB/HRM/REC/ADVT/2025/05" જાહેરાત શોધો અને "Apply Now" પર ક્લિક કરો.
4. "New Registration" પર ક્લિક કરીને તમારું રજીસ્ટ્રેશન કરો.
5. લોગિન કરીને જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
6. અરજી ફી ઓનલાઈન પદ્ધતિથી ભરો.
7. અરજી સમીક્ષા કરીને "Final Submit" પર ક્લિક કરો.
8. અરજીનો પ્રિન્ટઆઉટ ભવિષ્ય માટે સાચવો.
0 Comments