Monsoon Alert ÷
ભારતીય હવામાન વિભાગ ( IMD ) ના પ્રેસ કોન્ફ્રરસ માં
જણાવ્યા મુજબ ભારતના દક્ષિણ પશ્ચિમ માં ચોમાસાની શરૂઆત આ વર્ષે 27 મે ના રાજ થવાની છે. એટલે કે આ
વર્ષે 27 મે ના રોજ કેરળ ખાતે પોંહચી શકે છે. આ તારીખ
માં 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે. આ ભાવિષ્ય વાણી
ભારત માં ચોમાસા ની શરૂઆતના સંકેત છે.
20 વર્ષ થી IMD ની ભવિષ્ય વાણી સાચી પડી છે ÷
IMD મુજબ વર્ષ 2005 થી 2024 કેરળમાં ચોમાસાની શરૂઆતની ભવિષ્યવાણી સાચી જ પડી છે.ખાલી વર્ષ
2015 માં ભવિષ્યવાણી ખોટી પડી હતી | ઉદાહરણ તરીકે
•2024: અનુમાન 31 મે આગમન 30 મે
•2023: અનુમાન 4 જૂન આગમન 8 જૂન
•2022: અનુમાન 27 મે આગમન 29 મે
•2021: અનુમાન 31 મે આગમન 3 જૂન
•2020: અનુમાન 5 જૂન આગમન 1 જૂન
આ વર્ષે જૂન થી સપ્ટેમ્બર માં વધુ વરસાદ પડશે ÷
ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે
આ વર્ષે એટલે કે 2025 માં શરૂઆતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ સામાન્યથી વધુ પડવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ 105% પડવાની શક્યતા છે.એટલે કે ભારતમાં ઘણી જગ્યાએ સારો વરસાદ પડતો જોવા મળશે.
ચોમાસુ વહેલું આવવાથી ખેડૂતોને રાહત ÷
કેરળ માં ચોમાસુ વહેલું આવવાથી દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. એટલે ચોમાસાનું વાવેતર વહેલા થઈ શકે છે જ્યાં પાણીની અછત છે ત્યાં લાભ થઈ શકે છે.સાથે જ શહેરોમાં અને ગામડાઓમાં તાપમાન મા રાહત હાથ થઈ શકે છે.
0 Comments