ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની "મહેસુલી તલાટી" વર્ગ-3 ની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સિધિ
ભરતીથી ભરવા માટે ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તલાટી બનવા માગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
જે કોઈ ઉમેદવારો લાયક હોય તેને ઓનલાઇન ફોર્મ ભરવાનું
રહેશે.
મહત્વપૂર્ણ તારીખો ÷
ઓનલાઇન અરજી શરૂ તારીખ ÷ 26 મે 2025
ઓનલાઇન અરજી છેલ્લી તારીખ ÷ 10 જૂન 2025
ઑનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે ojas.gujarat.gov.in પર જય અરજી કરવાની રહેશે.
કુલ જગ્યા ÷
2389
વયમર્યાદા ÷
ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુ માં વધુ 35 વર્ષ
પગાર ધોરણ ÷
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹ 26000 ફિક્સ પગારથી નિમણુક અપાશે.
શૈક્ષણિક લાયકાત ÷
ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
પરીક્ષા ફી ÷
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી મહેસુલી તલાટી ની પરીક્ષા ની ફી સામાન્ય ઉમેદવારો માટે
₹500 રાખેલ છે. મહિલા અને બાકી ના ઉમેદવારો માટે ₹400
રાખેલ છે. તમામ ઉમેદવારો એ ફી ઓનલાઇને માધ્યમથી જ
ભરવાની રહેશે.
પરીક્ષા પદ્ધતિ ÷
આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે તબક્કામાં
લેવામાં આવશે.
તબક્કો 1 ( પ્રાથમિક પરીક્ષા MCQ આધારિત )
તબક્કો 2 ( મુખ્ય પરીક્ષા )
પ્રથમ તબક્કા ની પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા વર્ણાત્મક પરીક્ષા લેવામાં આવશે.
ઑનલાઇન અરજી કેવી રીતે કરવી ÷
1. ojas.gujarat.gov.in પોર્ટલ પર જાઓ.
2. "Apply on-line" વિભાગમાં જઈને ફોર્મ ભરો.
3.જરૂરી વિગતો ભરો.
4.અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
5.પ્રિન્ટ આઉટ રાખો ભવિષ્ય માટે.
નોંધ ÷ રેવન્યુ તલાટી ભરતી ના ફોર્મ તમારા નજીક ના સાયબર કાફે જઈ અરજી ભરી શકો.
રેવન્યુ તલાટી બનવા માગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ
તક છે. આ ભરતી ની વધુ વિગત માટે ઓજસ વેબસાઇટ
પર જઈ, ફુલ નોટિફિકેશન વાંચો અને લાયક ઉમેદવારે સમય સર ઑનલાઇન અરજી કરી દેવી.
0 Comments