WhatsApp Group
Join Now
Ojas New Bharti 2025 || 12 પાસ ઉમેદવારો માટે સરકારી Fireman Cum Driver ની ભરતી
ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ધોરણ 12 પાસ યુવાનો માટે ખુશખબર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 13 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવતા હો તો આ અવસરનો લાભ જરૂર લેવો.
ભરતીની વિગતવાર માહિતી
•સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
•વિભાગ: શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ
•પોસ્ટનું નામ: ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ-3)
•કુલ જગ્યાઓ: 13
•અરજી કરવાની રીત: ઓનલાઈન
•અરજી શરૂ થવાની તારીખ: 1 સપ્ટેમ્બર 2025
•અંતિમ તારીખ: 15 સપ્ટેમ્બર 2025
•સત્તાવાર વેબસાઈટ: ojas.gujarat.gov.in
શૈક્ષણિક લાયકાત
•ઉમેદવાર પાસે HSC (12 પાસ) સર્ટિફિકેટ હોવું જરૂરી.
•ફાયરમેન કોર્સ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટર કોર્સ પાસ હોવું ફરજિયાત.
•માન્ય Heavy Motor Vehicle (HMV) ડ્રાઈવિંગ લાયસન્સ હોવું આવશ્યક.
•કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન તેમજ ગુજરાતી અને હિન્દી ભાષાનો પરિચય જરૂરી.
શારીરિક લાયકાત
•પુરુષ (અનુ.જ.જા.): ઊંચાઈ 160 સેમી, છાતી 81-86 સેમી, વજન 50 કિ.ગ્રા.
•પુરુષ (અન્ય): ઊંચાઈ 165 સેમી, છાતી 81-86 સેમી, વજન 50 કિ.ગ્રા.
•મહિલા (અનુ.જ.જા.): ઊંચાઈ 156 સેમી, વજન 40 કિ.ગ્રા.
•મહિલા (અન્ય): ઊંચાઈ 158 સેમી, વજન 40 કિ.ગ્રા.
પગાર ધોરણ
•પસંદગી બાદ શરૂઆતમાં 5 વર્ષ સુધી પ્રતિ માસ ₹26,000 ફિક્સ પગાર મળશે.
•ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ ₹19,900 થી ₹63,200 (લેવલ-2) પ્રમાણે નિયમિત પગાર મળશે.
અરજી કરવાની પ્રક્રિયા
1. સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
2. “Current Advertisement” વિભાગમાં જઈને GSSSB Fireman Cum Driver ભરતી પસંદ કરો.
3. “Apply Online” પર ક્લિક કરી જરૂરી વિગતો ભરી અરજી કરો.
4. અરજી સબમિટ કર્યા પછી તેનું પ્રિન્ટઆઉટ કાઢવો જરૂરી છે.
👉 આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ નિર્ધારિત તારીખ પહેલાં અરજી કરી લેવી જોઈએ.
0 Comments