BSF Constable GD Sports Quota Bharti 2025
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્રારા એક મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કોન્સ્ટેબલ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.તેમાં કુલ 549 જેટલા ખેલાડીઓ ની ભરતી કરવામાં આવશે જેમાં 277 પુરુષ અને 272 મહિલા ની ભરતી કરાશે.આ ભરતી 10 મુ પાસ ઉમેદવારો માટે રમત ગમત માં નોંધ પાત્ર સિદ્ધીઓ ધરાવતા ઉમેદવારો આ ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરી શકશે.તો આ ભરતી ની તમામ વિગતો નીચે આપેલ છે.
અગત્યની તારીખો :
આ ભરતી માં ફોર્મ ભરવા માટે તારીખ 27 ડિસેમ્બર 2025 થી
15 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.તો લાયક ઉમેદવારે સમય સર ઑનલાઇન ફોર્મ ભરી દેવું.
કુલ જગ્યા :
આ ભરતી માં કુલ 549 જગ્યાઓ આવેલી છે. તેમાં પુરુષ ની 277 અને મહિલા ની 272 જેટલી જગ્યાઓ છે.
આ ભરતી ની લાયકાત :
આ ભરતી માં ઉમેદવારે ફોર્મ ભરવા માટે 10 મુ પાસ કરેલ હોવું જોઈએ.
રમતગમતની પાત્રતા
અરજદારે ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન યોજાયેલી માન્ય સ્પર્ધાઓમાં પોતાના રાજ્ય અથવા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જરૂરી છે.માન્ય રમતગમત
સિદ્ધિઓમાં નીચેનો સમાવેશ થાય છે:વ્યક્તિગત ઇવેન્ટ્સ:
નેશનલ ગેમ્સ, સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ, નેશનલ ઓપન ચેમ્પિયનશિપ, યુથ અથવા જુનિયર નેશનલ સ્પર્ધાઓમાં મેડલ વિજેતાઓ, તેમજ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ ખેલાડીઓ.ટીમ ઇવેન્ટ્સ:રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં મેડલ જીતેલી ટીમોના ખેલાડીઓ (ઉમેદવાર ટીમનો સક્રિય સભ્ય હોવો આવશ્યક છે).
વય મર્યાદા :
આ ભરતી માં 18 થી 33 વર્ષ ની ઉમરના લોકો ફોર્મ ભરી શકશે.st,sc ને 5 વર્ષ ની છૂટ અને obc ને 3 વર્ષ ની છૂટ
અરજી ફી :
આ ભરતી માં ફોર્મ ભરવા માટે જનરલ અને ઓબીસી ને ₹159 અને મહિલા અને sc,st ઉમેદવારો ને શુન્ય.આ ફી ફક્ત ઓનલાઇન થી ભરવાના રહેશે.
પગાર ધોરણ :
પસંદ કરેલા ઉમેદવારો ને ₹21,700 થી ₹69,100 મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા :
ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
•દસ્તાવેજ ચકાસણી – ઉમેદવારના રમતગમત સંબંધિત તથા શૈક્ષણિક પ્રમાણપત્રોની વિગતવાર તપાસ
•શારીરિક ધોરણ કસોટી (PST) – ઊંચાઈ, વજન અને છાતીનું માપ લેવામાં આવશે
•તબીબી તપાસ (DME) – BSF દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર તબીબી તંદુરસ્તી
•મેરિટ યાદી – ઉમેદવારના રમતગમતના પ્રદર્શન અને સિદ્ધિઓના આધારે તૈયાર કરવામાં આવશે
આ ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી.
અરજી કરવાની રીત :
સત્તાવાર BSF ભરતી વેબસાઇટ પર મુલાકાત લો: rectt.bsf.gov.in
માન્ય ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને નવી નોંધણી કરો.
નોંધણી બાદ લોગ ઇન કરીને ઓનલાઈન અરજી ફોર્મ સાવધાનીપૂર્વક ભરો.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો –
૧૦મા ધોરણની માર્કશીટ, રમતગમતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
અરજી ફી (જો લાગુ પડે તો) ઓનલાઈન માધ્યમથી ચૂકવો.
અરજી ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ અથવા PDF નકલ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.
ફુલ નોટિફેકસન ની લિંક : અહીં ક્લિક કરો
0 Comments