GPSC Bharti 2026 :
ગુજરાત સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2 અધિકારી બનવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ઉત્તમ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નવરચિત મહાનગરપાલિકાઓ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, GWSSB તથા GHB સહિતના વિવિધ વિભાગોમાં ભરતી માટે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે.
આ ભરતી અભિયાન અંતર્ગત કુલ 279 ખાલી જગ્યાઓ માટે પાત્ર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ લેખમાં GPSC ભરતી 2026 અંગેની પોસ્ટવાર વિગતો, સંબંધિત વિભાગો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, મહત્વની તારીખો તથા અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યાઓ
ક્રમ પોસ્ટ જગ્યાઓ
1 આસિસ્ટન્ટ ડાયરેક્ટર, વર્ગ-1 (SAG) 3
2 નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2 3
3 નાયબ કાર્યપાલક ઈજનેર (ઈલેક્ટ્રિકલ), વર્ગ-2. 3
4 મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 1
5 વહીવટી અધિકારી, વર્ગ-2 5
6 મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, વર્ગ-1 9
7 અધિક સીટી ઈજનેર (સિવિલ), વર્ગ-1 8
8 ટાઉન પ્લાનર, વર્ગ-1 7
9 તબીબી અધિકારી, વર્ગ-2 17
10 મદદનીશ ઈજનેર (વિદ્યુત), વર્ગ-2 19
11 મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 49
12 મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 19
13 નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2 26
14 નાયબ કાર્યપાલક ઈજનેર (વિદ્યુત), વર્ગ-2 9
15 નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 9
16 સેનીટેશન ઓફિસર, વર્ગ-2 11
17 પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 11
18 જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2 10
19 વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-2 (GWSSB) 1
20 નાયબ મેનેજર (વહીવટ), વર્ગ-2 (GWSSB) 1
21 મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 (GHB) 51
22 ગ્રંથપાલ, વર્ગ-1 1
કુલ 279
શૈક્ષણિક લાયકાત
GPSC ભરતી અંતર્ગત દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર નોટિફિકેશન અવશ્ય વાંચે.
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને રાજ્ય સરકારના નિયમો અનુસાર સંબંધિત પોસ્ટ મુજબ પગાર અને ભથ્થાં આપવામાં આવશે. પગાર સંબંધિત સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત જોવી જરૂરી છે.
વય મર્યાદા
આ ભરતી માટે સામાન્ય રીતે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 37 વર્ષ રાખવામાં આવી છે. પોસ્ટ અનુસાર વય મર્યાદામાં ફેરફાર શક્ય છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ વય છૂટછાટ આપવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા
1.ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જવું.
2.“Current Advertisements” વિભાગ પર ક્લિક કરો.
3.ઇચ્છિત ભરતી પસંદ કરીને “Apply Online” વિકલ્પ પસંદ કરો.
4.માંગેલ માહિતી ભરીને અરજી ફોર્મ સબમિટ કરો.
5.ફાઈનલ સબમિટ બાદ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી રાખવી.
0 Comments