રેલવે ALP ભરતી 2025 || રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ ની ભરતી

રેલવે ALP ભરતી 2025 : 

ભારતીય રેલવે દ્વારા 2025 માટે સહાયક લોકો પાયલટ
(ALP) પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત છે.અને તેમાં કુલ 9,970 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.આ ભરતી રેલ્વે દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ગણી શકાય છે.આ ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું ,કુલ જગ્યા, લાયકાત સંપૂર્ણ વિગતો આપણે નીચે મુજબ જોઈશું.

ભરતીની મુખ્ય વિગત :

આ ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે અરજી મંગાવવામાં આવેલ છે.તેમાં કુલ જગ્યા 9,970 છે.
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે 2025 છે.ઓનલાઇન અરજી કરવા માટે RRB ની વેબસાઈટ પર 
જઈ અરજી કરી શકો છો. 

શૈક્ષણિક લાયકાત:

અરજી કરનાર ઉમેદવાર ઓછામાં ઓછું 10 મુ પાસ કરેલું 
હોવું જોઈએ, અને માન્યતા પ્રાપ્ત સંસ્થાથી ITI પાસ કરેલું હોવું જોઈએ.ઉમેદવારની ઉંમર 18 થી 30 વચ્ચે હોવી 
જોઈએ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે.

અરજી કેવી રીતે કરવી:

આ ભરતી માં ફોર્મ ભરવા માટે RRB ની વેબસાઈટ માં 
જઈ અરજી કરી શકો છો અથવા સાયબર કાફે જઈ 
ફોર્મ ભરી શકો છો. 

અરજી ફી:

સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ફી ₹500 છે. 
તેમાં પરીક્ષા માં બેસનાર ને ₹400 પરત કરવામાં આવશે.SC,ST,મહિલા,EBC,વિકલાંગ માટે ₹250
 તેઓ જે પરીક્ષામાં દેશે તેને સંપૂર્ણ ફી 250 પાછી મળશે.

પસંદગી પ્રક્રિયા:

1.પ્રાથમિક લેખિત પરીક્ષા:આ પરીક્ષા બેઝિક ગણીત,
સામાન્ય જ્ઞાન,રીઝનિંગ અને જનરલ ઈન્ટેલિજન્સ જવા વિષયો પર આધારિત હશે.

2.મુખ્ય લેખિત પરીક્ષા:આ પરીક્ષામાં ટેકનિકલ વિષયોનો સમાવેશ થશે

લેખિત પરીક્ષાઓ પાસ કર્યા પછી ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે.

મહત્વપૂર્ણ સૂચનાઓ:

અરજી ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સાચી ભરો, ખોટી માહિતી આપવાથી અરજી ફોર્મ રદ થઈ શકે છે, અરજી સબમીટ કર્યા પછી તેની  પ્રિન્ટ સાચવીને રાખો, અરજી ફી સમયસર ભરવી જરૂરી છે, નકર અરજી માન્ય નહીં ગણાય.



વધુ માહિતી માટે RRB ની વેબસાઈટ પર જાઓ 





Post a Comment

0 Comments