SBI CBO ભરતી 2026 || 2050 જગ્યાઓ માટે ભરતી જાહેર
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) ભરતી 2026 માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા દેશભરના વિવિધ સર્કલોમાં કુલ 2050 અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. બેંકિંગ ક્ષેત્રમાં સ્થિર અને માનનીય નોકરી મેળવવા ઈચ્છતા સ્નાતક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
આ ભરતી માટે જાહેરાત નંબર CRPD/CBO/2025-26/18 જાહેર કરવામાં આવ્યો છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને પાત્ર ઉમેદવારો 18 ફેબ્રુઆરી 2026 સુધી SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પરથી અરજી કરી શકશે. આ ભરતી માટેની ઓનલાઈન પરીક્ષા માર્ચ 2026માં યોજાવાની સંભાવના છે.
સર્કલ બેઝ્ડ ઓફિસર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને તેઓ જે સર્કલ માટે અરજી કરશે, તે જ સર્કલમાં પોસ્ટિંગ આપવામાં આવશે. તેથી પોતાના રાજ્ય અથવા નજીકના વિસ્તારમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ભરતી ખાસ લાભદાયી સાબિત થશે.
SBI CBO ભરતી 2026 – સંક્ષિપ્ત માહિતી
•ભરતી સંસ્થા: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
•પોસ્ટનું નામ: સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)
•જાહેરાત નંબર: CRPD/CBO/2025-26/18
•કુલ જગ્યાઓ: 2050
•અરજી પ્રકાર: ઓનલાઈન
•અરજી તારીખ: 29 જાન્યુઆરી 2026 થી 18 ફેબ્રુઆરી 2026
•પરીક્ષા સમય: માર્ચ 2026 (અંદાજિત)
•સત્તાવાર વેબસાઇટ: sbi.co.in/web/careers
રાજ્ય / સર્કલ મુજબ ખાલી જગ્યાઓ :
SBI દ્વારા દરેક સર્કલ માટે સ્થાનિક ભાષાની શરત સાથે જગ્યાઓ ફાળવવામાં આવી છે:
પાત્રતા માપદંડ :
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.
સ્થાનિક ભાષા જ્ઞાન
જે સર્કલ માટે અરજી કરવામાં આવે છે, તે વિસ્તારની સ્થાનિક ભાષાનું વાંચન, લખાણ અને બોલચાલ આવડવું ફરજિયાત છે.
વય મર્યાદા (31 ડિસેમ્બર 2025 મુજબ) :
•ન્યૂનતમ ઉંમર: 21 વર્ષ
•મહત્તમ ઉંમર: 30 વર્ષ
(અનામત વર્ગોને SBI ના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે)
અરજી ફી :
•જનરલ / OBC / EWS: ₹750/-
•SC / ST / PwBD: ફી નથી
•અરજી ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન ચુકવવાની રહેશે.
SBI CBO ભરતી 2026 માટે અરજી કરવાની પ્રક્રિયા :
•SBI ની સત્તાવાર કારકિર્દી વેબસાઇટ પર જાઓ.
•“Circle Based Officer Recruitment 2026” ની સૂચના પસંદ કરો.
•ઇમેઇલ ID અને મોબાઇલ નંબરથી નોંધણી કરો.
•જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, ઓળખ પુરાવો, ડિગ્રી) અપલોડ કરો.
•પસંદ કરેલું સર્કલ ધ્યાનપૂર્વક પસંદ કરો.
લાગુ પડે તો અરજી ફી ચૂકવો.
•અરજી સબમિટ કરી તેની પ્રિન્ટ અથવા PDF સાચવી રાખો.
0 Comments